ગાંધીનગર:  ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 27 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,747 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં આજે એક જ દિવસમાં સૌથી વધારે રસીકરણ કરવામાં આવ્યું છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 6,01,720 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,61,96,017 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.



હાલમાં અત્યાર સુધી 196 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 192 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,747 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 27 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,747 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
 
આજે ક્યાં નોંધાયા કેસ


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4,  સુરત કોર્પોરેશનમાં 4,  વડોદરા કોર્પોરેશનમાં 4, અમરેલી 2,ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર 1,  રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 કેસ નોંધાયો હતો.


ક્યાં ન નોંધાયો એકપણ કેસ


આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા,   કચ્છ, મહિસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.