ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 245   કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2538  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 33 લોકો વેન્ટીલેટર પર છે. 2505 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1208657 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,924 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 5 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 18,  બનાસકાંઠામાં 13, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, વડોદરા 11, કચ્છ 10, ડાંગ 8, સુરત 8, આણંદ 7, અરવલ્લી 7, ગાંધીનગર 6, મોરબી 5, પાટણ 5, દાહોદ 4, ખેડા 4, રાજકોટ 4 અને  સુરત કોર્પોરેશનમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા હતા.


બીજી તરફ આજે  644 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98. 90  ટકાએ પહોંચ્યો છે. આજે 1,03,321 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1,  ગાંધીનગરમાં 1, ભરુચમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 ને પ્રથમ અને 32 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2290 ને પ્રથમ અને 6389 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 8898 ને પ્રથમ અને 34,156 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 3756 ને પ્રથમ અને 35983 ને બીજો ડોઝ અપાયો હતો. 11806 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,03,321  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,28,32,985 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.