ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, પાટણમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મલી કુલ 7 લોકોનાં મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશન 72, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરા 43, રાજકોટ 32, જામનગર કોર્પોરેશન 28, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, મહેસાણા 18, મોરબી 18, ભાવનગર કોર્પોરેશન 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર 15, દાહોદ 14, સાબરકાંઠા 14, અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 963 દર્દી સાજા થયા હતા અને 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,42,742 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.46 ટકા છે.