આ તમામ કામગીરી આઠ દિવસમાં પૂર્ણ થઈ જવાનો અંદાજ છે. ત્યારબાદ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ રાજયમાં શાળા શરૂ કરવી કે નહીં, તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. શરૂઆતમાં 9 થી 12 ધોરણ અને કોલેજ શરૂ કરાશે. ધોરણ 1 થી 8નો નિર્ણય ભવિષ્યમાં લેવાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, શિક્ષણ વિભાગના રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે. શાળા- કોલેજો ખોલવામાં વાલીઓની સંમતિ ફરજીયાત જોઈશે તેમ પણ જણાવ્યું હતું.