ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  5,05,556  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદમાં 2, વલસાડમાં 2, કચ્છમાં એક, નવસારીમાં એક નવા કોરોનાના કેસ નોંધાયા હતા.  


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 253  કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 250 નાગરિકો સ્ટેબલ છે. 8,16,671 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1424 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 13044 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,19,991 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40516 નાગરિકોને રસીનો પ્રથમ અને 3,30,574 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,62,380 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,53,08,151 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.