ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3108 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,475  એક્ટિવ કેસ છે, જ્યારે 84,758 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,383 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,04,341 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, મોરબીમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1  મળી કુલ 14 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 185, અમદાવાદ કોર્પોરેશનમાં 152,   જામનગર કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 101, સુરતમાં 110, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટમાં 50, વડોદરામાં 37, અમરેલીમાં 23, ભાવનગર કોર્પોરેશનમાં 27, ભરૂચ અને ભાવનગરમાં 22-22, મહેસાણામા અને કચ્છમાં 29-29, પંચમહાલમાં 31 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1212 દર્દી સાજા થયા હતા અને 72,561 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 27,80,681  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.23 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 7,35,952 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 2,162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.