ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1325 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 203111 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,194 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,21,493 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 278, સુરત કોર્પોરેશનમાં 184, વડોદરા કોર્પોરેશનમાં 130, રાજકોટ કોર્પોરેશનમાં 88, મહેસાણામાં 47, ખેડા 46, રાજકોટ 41, વડદરા 41, બનાસકાંઠા 40, જામનગર કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત 30, સુરેન્દ્રનગર 26, ભરૂચ 24, કચ્છ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, પંચમહાલ 20 અને પાટણમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1531 દર્દી સાજા થયા હતા અને 60,875 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 83,71,433 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.70 ટકા છે.