ગાંધીનગર: રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,210 નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9121 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 14483 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6,38,590 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 104908પર પહોંચ્યો છે. જેમાંથી 797દર્દી વેન્ટિલેટર પર અને 104111 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.85 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2240 , વડોદરા કોર્પોરેશન 519, સુરત કોર્પોરેશન-482, રાજકોટ કોર્પોરેશનમાં 372, વડોદરા-363, જુનાગઢમાં-227, આણંદમાં-223, સુરતમાં-223, જામનગર કોર્પોરેશન-212, પંચમહાલ-195, જુનાગઢ કોર્પોરેશન-184, ગીર સોમનાથ-177, મહેસાણા-174, કચ્છ-173, સાબરકાંઠા-171, અમરેલી-167, ખેડા-165, રાજકોટ-163, ભાવનગર કોર્પોરેશન-160, અરવલ્લી-141, દાહોદ-123, બનાસકાંઠા-116, ગાંધીનગર કોર્પોરેશન-110, ભાવનગર-109, જામનગર-107, વલસાડ-107, ભરુચ-102, મહિસાગર-98, પાટણ-98, ગાંધીનગર કોર્પોરેશન-84, નવસારી-70, દેવભૂમિ દ્વારકા-59, પોરબંદર-55, નર્મદા-53, સુરેન્દ્રનગર-50, અમદાવાદ-38, છોટા ઉદેપુર-31, તાપી-27, મોરબી-24, બોટાદ-12 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 8210 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12 , વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા-3, જુનાગઢમાં-5, આણંદમાં-1, સુરતમાં-5, જામનગર કોર્પોરેશન-4, જુનાગઢ કોર્પોરેશનમાં-4,ગીર સોમનાથ-1, મહેસાણા-4, કચ્છ-2 સાબરકાંઠા-1, અમરેલી-2, ખેડા-1, રાજકોટ-3, ભાવનગર કોર્પોરેશન-2, અરવલ્લી-1, બનાસકાંઠા-3, ગાંધીનગર કોર્પોરેશન-2, ભાવનગર-1, જામનગર-3, વલસાડ-1, પાટણ-2, નર્મદા-1, અમદાવાદ-1, તાપી-1, મોરબી-1 અને બોટાદમાં 1 મોત સાથે કુલ 82 દર્દીઓની કોરોનાથી મૃત્યુ થયું છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 46 લાખ 84 હજાર 077
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335
- કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458
- કુલ મોત - 2 લાખ 70 હજાર 284