ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 169, સુરત કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 59, મહેસાણામાં 45, વડોદરામાં 39, પાટણમાં 38, સુરતમાં 33, રાજકોટમાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, બનાસકાઠાં-સુરેન્દ્રનગરમાં 21-21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 993 દર્દી સાજા થયા હતા અને 51,789 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,19,943 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,703 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,613 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.