ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આજે 1349 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3247 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16389 એક્ટિવ કેસ છે, જ્યારે 96709 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 16293 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 116345 પર પહોંચી ગઈ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, જામનગર કોર્પોરેશનમાં 2, ગાંધીનગર-1, જામનગર-1, મહીસાગર-1, રાજકોટ કોર્પોરેશન -1, વડોદરા-1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 152, સુરત 104, જામનગર કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 94, વડોદરા કોર્પોરેશનમાં 89, મહેસાણા-89, રાજકોટમાં 47, પાટણ- 47, વડોદરા-40, અમરેલી-30, પંચમહાલ-29, મોરબી-28, ભાવનગર કોર્પોરેશન- 25, ગાંધીનગર-25, બનાસકાંઠા-24, અને જામનગરમાં -24 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1444 દર્દી સાજા થયા હતા અને 78, 182 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 34, 38,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 7, 43, 429 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,42,982 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 501 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.