ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે.  સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા.  જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 1110  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348,  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847  એક્ટિવ કેસ છે, જેમાંથી 73   લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે. 



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.   રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640   કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4   લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 



ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત   કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139,  રાજકોટ  કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 ,  પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20,  ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ  કોર્પોરેશન 9,  ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.



આજે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?



અમદાવાદ કોર્પોરેશનમાં 351, સુરત કોર્પોરેશનમાં 296, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 81,  સુરતમાં 13, ખેડા 22, ભાવનગર કોર્પોરેશન 16, પંચમહાલમાં 7, સાબરકાંઠા 5, મહેસાણા 27, રાજકોટ 16, વડોદરા 22, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 5  દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. 



કેટલા લોકોએ લીધી રસી



વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 32,74,493  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186  વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.