રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના  937 કેસ નોંધાયા છે. જ્યારે 745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીઓનું મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે કોરોના સંક્રમણથી એક મોત થયું છે.  આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.68 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ 5470 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5459 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,215 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.



જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 304 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 83, મહેસાણા 66, ગાંધીનગર 45, સુરત કોર્પોરેશન 45, વડોદરા 36, ગાંધીનગર કોર્પોરેશન 34, સાબરકાંઠા 32, રાજકોટ કોર્પોરેશન 27, બનાસકાંઠા 24, ભાવનગર કોર્પોરેશન 24, સુરત 24, વલસાડ 21, કચ્છ 20, રાજકોટ 19, આણંદ 14, જામનગર કોર્પોરેશન 14, પાટણ 14, નવસારી 13, મોરબી 12  કેસ નોંધાયા છે.