Coronavirus Cases LIVE: જુલાઈ મહિનામાં દેશમાં કેટલા લોકોને રસીના ડોઝ અપાયા ?

ગુજરાતમાં ૧૮ જુલાઇ બાદ કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Aug 2021 04:31 PM
જુલાઈમાં 13 કરોડથી વઘારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા

ઓડિશામાં એક્ટિવ કેસની સંખ્યા 15 હજારથી વધુ

ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં 1437 નવા કેસ અને 64 લોકોના મોત થયા છે. જ્યારે 1899 લોકો કોરોનાથી સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 15,858 છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા. ભારતમાં સતત પાંચમાં દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે.

કેરળના થિરુવનંતપુરમાં સંપૂર્ણ લોકડાઉનનું થઈ રહેલું પાલન

ગુજરાતમાં જુલાઈ મહિનામાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી છે. જુલાઇ મહિનામાં કોરોનાના ૧૩૫૪ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૧૭ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ પૈકી ૧૮ જુલાઇ બાદ કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

ગુજરાતમાં સળંગ 13મા દિવસે કોરોનાથી એક પણ મોત નહીં

ગુજરાતમાં એક સમયે એવી સ્થિતિ હતી કે પ્રત્યેક દિવસે ૧૩૦૦થી વધુ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ હવે પૂરા મહિના દરમિયાન કુલ ૧૩૫૪ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૧૩માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. જુલાઇના પ્રારંભે રાજ્યમાં ૨૭૯૪ એક્ટિવ કેસ હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 દર્દીએ આપી કોરોનાને મ્હાત

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૯-ગ્રામ્યમાંથી ૧ સાથે સૌથી વધુ ૧૦, વડોદરામાંથી ૩, સુરત-ગાંધીનગર-જુનાગઢમાંથી ૨, અમરેલી-આણંદ-ભરૃચ-જામનગર-કચ્છ-નર્મદા-પંચમહાલ-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૫ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૫૪૯ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે.

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં એક સમયે એવી સ્થિતિ હતી કે પ્રત્યેક દિવસે ૧૩૦૦થી વધુ કેસ નોંધાતા હતા. જુલાઇના પ્રારંભે રાજ્યમાં ૨૭૯૪ એક્ટિવ કેસ હતા. રાજ્યમાં હાલ ૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.