Coronavirus Cases LIVE: ભારતમાં આવશે વધુ એક રસી ? જાણો વિગત

રાજ્યમાં હાલ ૧૨,૮૮૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. રાજ્યમાં હાલ ૨૪૬૭ એક્ટિવ કેસ છે અને ૧૦ દર્દી વેન્ટિલેટર પર છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Jul 2021 03:12 PM
કોવિડ-19 મહામારી સામે ટેક્નોલોજી અભિન્ન હિસ્સો: PM મોદી

કોવિડ-19 મહામારી સામે ટેક્નોલોજી અભિન્ન હિસ્સો છે. સૌભાગ્યની વાત છે કે સોફ્ટવેર એક એવો એરિયા છે, જેમાં કોઈ અડચણ નથી. તેથી ટેકનોલોજીકલ રીતે શક્ય થતાં  જ અમે કોવિડ ટ્રેસિંગ અને ટ્રેકિંગ એપને ઓપન સોર્સ બનાવી દીધો. કોરોના સંક્રમણનો સામનો કરવા વેક્સિનેશન જ આશા છે. અમે શરૂઆતથી જ વેક્સિનેશન અભિયાનને ડિજિટલ માધ્યમ સાથે જોડ્યું છે. આપણે તમામ એકસાથે મળીને આગળ વધવું પડશે.

અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે

અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે.  સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.  ડીસીજીઆઈએ સિપ્લાની ઈમરજન્સી યૂઝ માટે મોડર્નાની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી છે. સૂત્રના કહેવા મુડબ, ડીસીજીઆઈએ ડ્રગ્સ એન્ડ કોસ્ટેમેટિક્સ એક્ટ, 1940 અંતર્ગત નવી ઔષધી તથા ક્લિનિક્લ પરીક્ષણ નિયમ, 2019ની જોગવાઈ મુજબ સિપ્લાને દેશમાં મર્યાદીત ઇમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોવિડ-19 રસીને આયાત કરવાની મંજૂરી આપી છે.

ગુજરાતમાં કેટલા છે એક્ટિવ કેસ

રવિવારે રાજ્યમાં વધુ ૯,૮૪૭ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૩૮ કરોડ પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ ૧૨,૮૮૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. રાજ્યમાં હાલ ૨૪૬૭ એક્ટિવ કેસ છે અને ૧૦ દર્દી વેન્ટિલેટર પર છે.

કેટલો છે ગુજરાતનો રિકવરી રેટ

કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૬૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૮,૧૧,૨૯૭ વ્યક્તિ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૪૮% છે.

આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ

મદાવાદ ગ્રામ્ય, આણંદ, અરવલ્લી, ભાવનગર  ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર ગ્રામ્ય, જુનાગઢ શહેર, ખેડા, મહીસાગર, નર્મદા, પાટણ, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ

અમદાવાદ, સુરત એમ માત્ર બે જિલ્લા એવા છે જ્યાં ૧૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૯ જ્યારે સુરતમાં ૧૦ કેસનો સમાવેશ થાય છે. જઅન્યત્ર રાજકોટમાં ૮, વડોદરામાં ૬, જામનગર-પોરબંદરમાં ૩, ભરૃચ-જામનગર-જુનાગઢ-મહેસાણા-નવસારી-વલસાડમાં બે જ્યારે અમરેલી-બનાસકાંઠા-ભાવનગર-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-ગાંધીનગર-કચ્છ-મોરબી-પંચમહાલ-સાબરકાંઠા-તાપીમાં ૧ નવા કેસ સામે આવ્યા હતા. 

૮ એપ્રિલ ૨૦૨૦ બાદ રાજ્યમાં સૌથી ઓછા કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. રવિવારે રાજ્યમાં ૭૦ કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાં દૈનિક કેસનો આંક ૭૫થી નીચે આવ્યો હોય તેવું ૮ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૫૨ દિવસમાં પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર હવે ૯૮.૪૮% છે. 

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં કોરનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં આવી ગયું છે. રાજ્યમાં 33માથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9મા 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.