Coronavirus Cases LIVE: સંક્રમણ વધતા આવતીકાલથી સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Apr 2021 07:22 AM
સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

કોરોનાને કારણે આવતીકાલથી સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય યાત્રાધામ જલારામ મંદિરમાં પણ 30 એપ્રિલ સુધી  દર્શનાર્થીઓને પ્રવેશ નહીં આપવામાં આવે. 

દાહોદમાં બપોરના 4થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

કોરોના સંક્રમણ વધતા દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરના 4થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાધવાનો મંડળ અને વહીવટી પ્રશાસને  નિર્ણય લીધો છે. 

વીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

રાજકોટ શહેર અને જિલ્લામાં સંક્રમણ વધતા વીરપુર (Virpur)નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિર (Jalaram Temple) દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોનાનું  સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ નિર્ણય લીધો છે અને આવતીકાલથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 


 

ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત



























































તારીખ



નોંધાયેલા કેસ



મોત



9 એપ્રિલ



4541



42



8 એપ્રિલ



4021



35



7 એપ્રિલ



3575



22



6 એપ્રિલ



3280



17



5 એપ્રિલ



3160



15



4 એપ્રિલ



2875



14



3 એપ્રિલ



2815



13



2 એપ્રિલ



2640



11



1 એપ્રિલ



2410



9



કુલ કેસ અને મોત



29,371



178


કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 1296 ,  સુરત કોર્પોરેશનમાં 891, રાજકોટ  કોર્પોરેશનમાં 340, વડોદરા કોર્પોરેશનમાં 256, સુરત 213, વડોદરા 141, જામનગર કોર્પોરેશન 123,  પાટણ 118, જામનગર-98,  મહેસાણા-91, બનાસકાંઠા-74, રાજકોટ-70, ભાવનગર કોર્પોરેશન-69, કચ્છ- 48, મહીસાગર-48, જુનાગઢ-46, ગાંધીનગર-45, જુનાગઢ કોર્પોરેશન-43,  ગાંધીનગર કોર્પોરેશન-41,  ખેડા-40, મોરબી-40, દાહોદ-37, પંચમહાલ-33, ભાવનગર-32, અમરેલી-30, આણંદ-30, નવસારીમાં 27, સાબરકાંઠા-25,  ભરુચ-23, વલસાડ-23, ગીર સોમનાથ-22, નર્મદા-22, નર્મદા-22, સુરેન્દ્રનગર-22, અમદાવાદમાં -20, દેવભૂમિ દ્વારકા-14, છોટાઉદેપુર-13 અને તાપીમાં 10 કેસ નોંધાયા હતા.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12,  રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા કોર્પોરેશ-4, વડોદરા-2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 કેસ મળી કુલ 42 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ

રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે. 

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.