Coronavirus Cases LIVE: ગુજરાતમાં દર કલાકે 209 કેસ, એક જ દિવસમાં 49ના મોતથી હાહાકાર
Gujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
સાવરકુંડલા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા વધતા કોરોના સંક્રમણને લઈને એક દિવસ ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરાઈ હતી. જેને લઈ શહેરના દુકાનદારોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો છે.
ભાવનગર જીલ્લાનું ભગુડા મોગલ ધામ આગામી તારીખ 13 થી અચોકક્સ મુદત માટે બંધ કરાશે. જિલ્લામાં કોરોનાની વિકટ સ્થિતિ ને લઈ ને ટ્રસ્ટી મડંળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનથી લઈને તમામ કામગીરી બંધ રહેશે.
જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામે એક દિવસમાં 20 થી વધુ કેસ આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના કેસ વધતા ગામના લોકોએ સ્વંયભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. જસાપર ગામ 11 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સ્વંયભુ લોકડાઉન કરવામાં આવ્યું છે.
વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ ( (Mahamandleshwar Bharti Bapu)93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં શનિવારે મોડી રાત્રે દેહ ત્યાગ કર્યો હતો. ભારતીબાપુએ દેહ ત્યાગ કરતા સાધુ -સંતોમાં શોકનો માહોલ છે. સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે. ભારતીબાપુના પાર્થિવ દેહને જૂનાગઢ ખાતે સમાધિ સ્થાને લઈ જવાશે.
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
તારીખ | નોંધાયેલા કેસ | મોત |
10 એપ્રિલ | 5011 | 49 |
9 એપ્રિલ | 4541 | 42 |
8 એપ્રિલ | 4021 | 35 |
7 એપ્રિલ | 3575 | 22 |
6 એપ્રિલ | 3280 | 17 |
5 એપ્રિલ | 3160 | 15 |
4 એપ્રિલ | 2875 | 14 |
3 એપ્રિલ | 2815 | 13 |
2 એપ્રિલ | 2640 | 11 |
1 એપ્રિલ | 2410 | 9 |
કુલ કેસ અને મોત | 34,382 | 227 |
5 મે, 2020 અને 10 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં કોરોનાથી 49-49 મોત થયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા સર્વોચ્ચ મોતનો આંકડો છે. જે પછી9 એપ્રિલિ 2021ના રોજ 42, 11 જૂન 2020ના રોજ 38, 18 મે 2020ના રોજ 35, 5 જૂન 2020ના રોજ 35 અને 8 એપ્રિલ 2021ના રોજ 35 લોકોના મોત થયા હતા.
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
શનિવારે સુરત કોર્પોરેશનમાં 15, અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશ-4, અમદાવાદ-2, સુરેન્દ્રનગર-2, છોટાઉદેપુર, ગાંધીનગર, સુરત અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 49 લોકોના મોત થયા હતા.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં ગઈકાલે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -