Coronavirus Cases LIVE: કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, આગામી સુનાવણી 15 એપ્રિલે

નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. 

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Apr 2021 07:30 AM
સુરતમાં 11 દિવસના બાળકને રેમડેસિવિરની જરૂર

ડાયમંડ નગરી સુરતમાં 11 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત થયું છે. આ બાળકને રેમડેસિવિર ઈન્જેકનશ  આપવાની જરૂર ઉભી થઈ છે. 1 એપ્રિલના રોજ જન્મેલા બાળકને માતાના કારણે ચેપ લાગ્યો છે. બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.  

અમરેલીના બે માર્કેટિંગ યાર્ડ બંધ

અમરેલી જિલ્લાના કોરોના વધતા  સંક્રમણને પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીલ્લાના બે સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ આગામી 5 દિવસ સુધી બંધ રહેશે. અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.  

15 એપ્રિલે સુનાવણી

કોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

હાઈકોર્ટમાં સુનાવણી

થોડી વારમાં ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના વધતા કેસને લઈને સુનાવણી શરૂ થશે. ગઈકાલે હાકોર્ટે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સારી ન હોવાનું કહીને સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં થોડી વારમાં સુનાવણી શરૂ થશે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 1504,  સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ  કોર્પોરેશનમાં 405, સુરત 361,  વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189,  વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68,  ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46,  ગાંધીનગર કોર્પોરેશન-45,   અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27,  મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત  કોર્પોરેશનમાં 16,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1  મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.

કોરોનાને મ્હાત

રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કોરોનાને લઈ ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.