Coronavirus Cases LIVE: UP CM યોગી આદિત્યનાથ આવ્યા કોરોનાની ઝપેટમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Apr 2021 08:02 AM
સુરતમાં માત્ર 14 દિવસના બાળકને કોરોના ભરખી ગયો

સુરતમાં માત્ર 14 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત થયું હતું. ઉચ્છલના નવજાતનું સુરત સિવિલમાં (Civil Hospital) સારવાર દરમિયાન મોત થતાં માતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. બાળકની માતાના આક્રંદથી સુરત સિવિલ કેમ્પસમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ભાજપના વધુ એક મુખ્યમંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાની (Yogi Adityanath Corona Positive)  ઝપેટમાં આવ્યા છે. સીએમે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, શરૂઆતના લક્ષણો બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં (Isolation) છું અને ડોક્ટરોની સૂચનાનું પાનલ કરી રહ્યો છું.યોગીએ ટ્વીટર લખ્યું, રાજ્ય સરકારની તમામ ગતિવિધિ સામાન્ય રીતે ચાલી રહી છે. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે પોતાની તપાસ કરાવી લે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 2251,  સુરત કોર્પોરેશનમાં 1264, રાજકોટ  કોર્પોરેશનમાં 529,   વડોદરા કોર્પોરેશનમાં 247, જામનગર કોર્પોરેશન 187, મહેસાણા 177, સુરત 177,   બનાસકાંઠા 137, વડોદરા 130, જામનગર 115, પાટણ 110, અમરેલી 98, ભરુચ 87, રાજકોટ 87, ભાવનગર કોર્પોરેશન 81, આણંદ 68,  જૂનાગઢ કોર્પોરેશન 65, મોરબી 65, પંચમહાલ 61, દાહોદ 58, કચ્છ 58, ગાંધીનગર 56, સુરેન્દ્રનગર 55,  ગાંધીનગર કોર્પોરેશન 54, જૂનાગઢ 48, ભાવનગર 47,ખેડા 46, સાબરકાંઠા 46, નવસારી 44, મહીસાગર 39, વલસાડ 32, અમદાવાદ 31, દેવભૂમિ દ્વારકા 27, ગીર સોમનાથ 23, નર્મદા 22 અને તાપીમાં 21 કેસ નોંધાયા હતા. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-5, વડોદરા કોર્પોરેશન-4, સુરતમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરુચ 1, છોટા ઉદેપુર  1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠામાં 1  મોત સાથે કુલ 67 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4922 પર પહોંચી ગયો છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 


રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.