Coronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતિ, દર કલાકે 397 કેસ, દર 15 મિનિટે એકનું મોત
Gujarat Coronavirus Cases LIVE Updates: . ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે.
તારીખ | નોંધાયેલા કેસ | મોત |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ | 6021 | 55 |
11 એપ્રિલ | 5469 | 54 |
10 એપ્રિલ | 5011 | 49 |
9 એપ્રિલ | 4541 | 42 |
8 એપ્રિલ | 4021 | 35 |
7 એપ્રિલ | 3575 | 22 |
6 એપ્રિલ | 3280 | 17 |
5 એપ્રિલ | 3160 | 15 |
4 એપ્રિલ | 2875 | 14 |
3 એપ્રિલ | 2815 | 13 |
2 એપ્રિલ | 2640 | 11 |
1 એપ્રિલ | 2410 | 9 |
કુલ કેસ અને મોત | 86,585 | 748 |
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે અને 9541 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે કે દર કલાકે 4 અને દર 15 મિનિટે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે દર કલાકે 397 નવા કેસ નોંધાયા છે.
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.. રાજ્યમાં કોરોના નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે.. ત્યારે શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -