Coronavirus Cases LIVE: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપના કયા ટોચના નેતા થયા કોરોનાથી સંક્રમિત ? બીજી વખત લાગ્યો ચેપ
Gujarat Coronavirus Cases Updates: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.
ડાયમંડનગરી સુરતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આ દરમિયાન સુરત PCB દ્વારા ઈંજેક્શન બ્લેકમાં વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. PCB દ્વારા 3 ઈંજેક્શન સાથે 4 લોકોને ઝડપવામાં આવ્યા હતા. શહેરના લાલગેટ વિસ્તારમાંથી રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ઈંજેક્શન 12 થી 14 હજારમાં વેચવામાં આવતા હતા.
કોરોનાના કહેરથી મહેસાણા એસટી વિભાગના 73 કર્મચારી સંક્રમિત થયા છે. વિભાગીય કચેરી મહેસાણા,કલોલ,કડી, હારીજ,ચાણસ્મા સહિતના ડેપોના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વિજાપુર ડેપોમાં સૌથી વધુ 12 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. વિભાગીય કચેરીના 12 ડેપોમાં કુલ 26 ડ્રાઇવર, 23 કંડકટર અને 6 કલાર્ક મળી 73 ને કોરોનાનો ચેપ લાગ્યો છે.
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,99,215 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18,71,782 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,11,70,997 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
તારીખ | કેસ | મોત |
24 એપ્રિલ | 14097 | 152 |
23 એપ્રિલ | 13804 | 142 |
22 એપ્રિલ | 13015 | 137 |
21 એપ્રિલ | 12553 | 125 |
20 એપ્રિલ | 12206 | 121 |
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.
રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -