Coronavirus Cases LIVE: કોરોનાને લઈ મોદી કરી રહ્યાં છે ઉચ્ચ સ્તરીય બેઠક, વધુ એક સુપરસ્ટાર કોરોનાની ઝપેટમાં
Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.
અક્ષય કુમાર બાદ અભિનેતા ગોવિંદા (Govinda) પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ગોવિંદાને કોરોનાન સામાન્ય લક્ષણો છે. ગોવિંદા હાલમાં હોમ ક્વોરંન્ટાઈન થયો છે. તેઓ ડોક્ટરોની સલાહ હેઠળ સારવાર અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લઈ રહ્યા છે.
કોરોના સંક્રમણ વચ્ચે વ્યારા નગરના વેપારીઓ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. આવતીકાલથી 15 મી એપ્રિલ સુધી વ્યારા નગર ના બજારો સવારે 9 થી 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. માત્ર વ્યારા નગરના વેપારીઓનો જ આ નિર્ણય છે અન્ય તાલુકા મથકો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી હતી.
કોવિડ વિભાગમાં મૃતદેહ બદલાયા હોવાનો સુરતની નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પર આરોપ લાગ્યો છે. 10 દિવસથી દાખલ દર્દીના મૃત્યુ બાદ પરિવારને અન્ય વ્યક્તિનો મૃતદેહ સોંપાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
દેશમાં કોરોના સંક્રમણના મામલા ફરીથી રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 93 હજારથી વધુ કેસ આવતાં હકકંપ મચી ગયો છે. જેને લઈ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જે બાદ દેશના અમુક રાજ્યોમાં ફરી લોકડાઉન લદાય તેવી અટકળો શરૂ થઈ છે. આ બેઠકમાં બધા સિનિયર ઓફિસર્સ, કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, ડો. વિનોદ પૌલ હાજર છે.
રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નાઈટ કરફ્યુના કારણે ધંધા પડી ભાંગતાં રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે 80 વેપારી સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટમાં રાત્રી કર્ફયુ હટાવી શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ કર્ફયુ લાદીને લોકડાઉન મૂકવાની ફોર્મ્યુલા રજૂ કરાઈ હતી.
અમદાવાદ IIMમાં ત્રણ દિવસમાં કોરોનાના વધુ 17 કેસ નોંધાયા છે. પહેલી એપ્રિલે બે વિદ્યાર્થી સંક્રમિત થયા હતા જ્યારે બીજી અને ત્રીજી એપ્રિલે 15 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા.
અમદાવાદ શહેરના કોરોનાનો કહેર યથાવત છે. શહેરના 25થી વધુ પોલીસ કર્મચારી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. DCP ઝોન વનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શનિવારે અમદાવાદ શહેરમાં 646 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 4 લોકોના કોરોનાથી મોત થયા હતા.
કોરોના રસીકરણ અભિયાનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે.. અત્યાર સુધીમાં 68 લાખ 27 હજાર 396 ડોઝ અપાયા છે.
કોરોનાનું સંક્રમણ વધતા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય.. ધોરણ એકથી નવની તમામ શાળાઓ નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ..
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શનિવારે અત્યાર સુધીના સૌથી વધુ 2815થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -