Coronavirus Cases LIVE: ભૂમિ પેડનેકર, વિકી કૌશલ પણ કોરોનાની ઝપેટમાં, બંને થયા હોમ આઈસોલેટ
શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે.
દેશમાં કોરોનાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે, ગઈકાલે અક્ષય કુમાર અને ગોવિંદા કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે વધુ બે સ્ટારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ કોરોનાગ્રસ્ત થયા છે. બંને હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે અને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કોરના પોઝિટિવ આવ્યા બાદ તે હોમ કોરેન્ટાઈન થયા હતા પરંતુ આજે તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે.
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
તો અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા અને ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24, દ્વારકામાં 21, સુરેંદ્રનગરમાં 20, અમરેલી, સાબરકાંઠા અને તાપીમાં નવા 18-18, છોટાઉદેપુર, નર્મદા અને વલસાડમાં નવા 16-16, નવસારીમાં 15, બોટાદમાં નવા 10 કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 664 અને ગ્રામ્યમાં 12, સુરત શહેરમાં 545 અને ગ્રામ્યમાં 179, વડોદરા શહેરમાં 309 અને ગ્રામ્યમાં 58, રાજકોટ શહેરમાં 233 અને ગ્રામ્યમાં 43, જામનગર શહેરમાં 54 અને ગ્રામ્યમાં 43, ભાવનગર શહેરમાં 58 અને ગ્રામ્યમાં 18, જૂનાગઢ શહેરમાં 17 અને ગ્રામ્યમાં 8, ગાંધીનગર શહેરમાં 30 અને ગ્રામ્યમા નવા 35 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 2800ને પાર થયો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -