અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે, ત્યારે ગુજરાતના ચાર જિલ્લાથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્રણ જિલ્લાઓમાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. જ્યારે એક જિલ્લામાં હવે 108 એક્ટિવ કેસો છે.


ગુજરાતના આ ચાર જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં માત્ર 9 એક્ટિવ કેસો છે. છેલ્લા 3 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ગઈ કાલે જ ડાંગ જિલ્લામાં 12 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 


આ પછી મોરબી જિલ્લામાં 76, છોટાઉદેપુર જિલ્લામાં 81 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 108 એક્ટિવ કેસો છે. આ ચારેય જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ રહ્યા છે. કેમકે, આ જિલ્લામાં નવા કેસોમાં નહિવત વધારો થઈ રહ્યો છે. તેની સામે કોરોનાના દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. 


આ સિવાય 200થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદમાં 136, દેવભૂમિ દ્વારકામાં 191, મહીસાગરમાં 159 અને સુરેન્દ્રનગર 108 એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172,    વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86,  સુરત 80,  જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42,  જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24,  જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14,  ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11,  ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1,  છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને  ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે.