ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,831 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,67,046 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9,સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશન 5,ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 1,કચ્છ 1, નવસારી 1, વડોદરા 1 કોરોનાના કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 309 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 305 નાગરિકો સ્ટેબલ છે. 8,16,831 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1693 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12021 નાગરિકોને રસીનો પ્રથમ અને 86502 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 36747 નાગરિકોને રસીનો પ્રથમ અને 230068 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,67,046 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,74,73,280 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.