Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 1160 નવા કેસ નોંધાયા, 10 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2020 07:57 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1160 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4203 પર પહોંચ્યો છે.
ફાઈલ તસવીર
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1160 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4203 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12647 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,14,223 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 67 દર્દી વેન્ટીલેટર પર છે અને 12580 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,31,073 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 10 લોકોના કોરોનાથી મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 230, સુરત કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 107, રાજકોટ કોર્પોરેશનમાં 104, મહેસાણા 44, વડોદરા 42, બનાસકાંઠા 33, ગાંધીનગર 32, ખેડા 32, પંચમહાલ 31, રાજકોટ 27, સુરત 26, જામનગર કોર્પોરેશન 25, ગાંધીનગર કોર્પોરેશન 21 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1384 દર્દી સાજા થયા હતા અને 54864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 88,35,130 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.71 ટકા છે.