ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, આણંદ-1, મહેસાણા-1, નવસારી-1, રાજકોટ કોર્પોરેશન-1 અને વડોદરામાં 1ના મોત સાથે કુલ 13 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 251 , સુરત કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશનમાં 117, રાજકોટ કોર્પોરેશનમાં 98, મહેસાણા-43, વડોદરા- 40, ગાંધનીગર- 34, કચ્છ-33, જામનગર કોર્પોરેશન-30, દાહોદ-29, રાજકોટ-28, સાબરકાંઠા-23, ગાંધીનગર કોર્પોરેશન- 22, ખેડા-22, અમરેલી-20, મોરબી-20, સુરત-20, જામનગર-19, પાટણમાં 18 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1338 દર્દી સાજા થયા હતા અને 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 86,13,587 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.21 ટકા છે.