ગાંધીનગરઃ રાજ્યમાં આજે 1310 કોરોના કેસ નોંધાયા હતા અને વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 16678 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,40,055 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, જામનગર-1, રાજકોટ-1, સુરેન્દ્રનગરમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં 173, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 87, જામનગર કોર્પોરેશનમાં 64, રાજકોટ-45, વડોદરા-42, મહેસાણામાં 36, ભરુચ-32, કચ્છ-31, અમરેલી-28, ગાંધીનગર કોર્પોરેશન-28, પાટણ-27, બનાસકાંઠામાં 26, અમદાવાદ-25, જામનગર-22, જુનાગઢ કોર્પોરેશન-21, પંચમહાલ-21, સુરેન્દ્રનગર-21, મોરબી-20, ભાવનગર કોર્પોરેશન-18, ગાંધીનગર-17, નર્મદામાં 14 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1250 દર્દી સાજા થયા હતા અને 56,732 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 45,31,498 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1310 કેસ નોંધાયા, 15 ના મોત, કુલ સંક્રમિતની સંખ્યા એક લાખ 40 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2020 07:44 PM (IST)
રાજ્યમાં હાલ 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -