ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર દારૂબંધી હટાવવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધીને લઈને મોટું નિવદેન આપ્યું છે.
પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે પરંતુ એ શક્ય નથી. અમુક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય તેવો મત ધરાવે છે. આ બધા વચ્ચે ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબધ્ધ છે. સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા માટે અને દારૂબંધી માટે કટિબદ્ધ છે.
નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર દારૂબંધી હટાવી લેવાની તરફેણ કરી છે. થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવેલા વાઘેલાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું અને હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. રાજ્ય સરકારે લોકોને શાંતિથી ઘરે બેસીને દારૂ પીવા દેવો જોઈએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ગુજરાતમાં દારૂબંધી હટાવવાને લઈ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું આપ્યું મોટું નિવેદન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2020 05:02 PM (IST)
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર દારૂબંધી હટાવવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધીને લઈને મોટું નિવદેન આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -