ગાંધીનગર: અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે કોરોનાના કેસ 250થી વધારે નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 258 નવા કેસ નોંધાયા હતા જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,66,821 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.


રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.72 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 260745 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4404 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 1672 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 1643 લોકો સ્ટેબલ છે.

આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 45, વડોદરા કોર્પોરેશમાં 41, સુરત કોર્પોરેશન 36, રાજકોટ કોર્પોરેશન 20, સુરત-15, ખેડામાં-10, આણંદ-8, વડોદરા-8, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, રાજકોટ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 8,12,333 લોકોને પ્રથમ ડોઝ અને 51,236 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.