ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 471 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે 1 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4372 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5439 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,47,950 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 52 દર્દી વેન્ટીલેટર પર છે અને 5439 લોકો સ્ટેબલ છે.


રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું હતું.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 91, સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 43, વડોદરા 24, સુરત 12, કચ્છ 10, આણંદ-8, મોરબી-8, ભરુચ-7, ભાવનગર કોર્પોરેશન-7, ગાંધીનગર-7, ગાંધીનગર કોર્પોરેશન -7, જુનાગઢ કોર્પોરેશન-7, અમરેલી અને દાહોદમાં 6-6 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 727 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.17 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,69,694 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.