ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 810 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4288 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,42,655 પર પહોંચી છે.


રાજ્યમાં હાલ 10223 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,28,144 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 10162 લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, અરવલ્લી 1, પાટણ 1 અને સુરત કોર્પોરેશનમાં-1 મોત સાથે કુલ 6 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 168, સુરત કોર્પોરેશનમાં 121, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટ કોર્પોરેશનમાં 61, કચ્છ 34, વડોદરા 30, મહેસાણા 29, સુરત 28, બનાસકાંઠા 20, રાજકોટ 18, પંચમહાલ 17, ખેડા 14, ભાવનગર કોર્પોરેશન 13, અને ગાંધીનગર 12 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1016 દર્દી સાજા થયા હતા અને 52,906 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 94,90,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.02 ટકા છે.