ભાવનગરઃ મનપાના કયા 3 અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2020 05:07 PM (IST)
અમરેલી જિલ્લાના ધારી ટાઉન વિસ્તારમાં ગત 27મી ડિસમ્બેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે આ ત્રણેય અધિકારીઓ ધારી તાલુકા પંચાયત ત્રણ રસ્તા પર ઉભા હતા. શંકા જતાં તેમની પૂછપરછ કરતાં ત્રણેય પીધેલી હાલતમાં જણાયા હતા. જેથી પોલીસે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તસવીરઃ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા ભાવનગર કોર્પોરેશનના અધિકારીઓની ફાઇલ તસવીર.
ભાવનગરઃ ભાવનગર મનપાના ગાર્ડન અધિકારી પીધેલી હાલતમાં ઝડપાયા છે. ગાર્ડન અધિકારી સહિત ત્રણ લોકોને ધારી પોલીસે પીધેલી હાલતમાં ઝડપ્યા છે. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કેયુર ગોહિલ અને કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓ પીધેલા ઝડપાયા હતા. કોન્ટ્રાકટ પર કામ કરતા હાર્દિકસિંહ પરમાર અને અક્ષય ચૌહાણ પીધેલા ઝડપાયા છે. પીધેલા ઝડપાયેલા ગાર્ડન અધિકારી સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે, તેમ ભાવનગરના મનપા કમિશ્નરે જણાવ્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે, અમરેલી જિલ્લાના ધારી ટાઉન વિસ્તારમાં ગત 27મી ડિસમ્બેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે આ ત્રણેય અધિકારીઓ ધારી તાલુકા પંચાયત ત્રણ રસ્તા પર ઉભા હતા. શંકા જતાં તેમની પૂછપરછ કરતાં ત્રણેય પીધેલી હાલતમાં જણાયા હતા. જેથી પોલીસે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.