ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 298 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.05 ટકા પર પહોંચ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 406 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,54,109 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3341 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 3311 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4388 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 63, વડોદરા કોર્પોરેશનમાં 65, સુરત કોર્પોરેશનમાં 35, રાજકોટ કોર્પોરેશનમાં 32, વડોદરામાં 12, રાજકોટ 9, અમરેલી 7, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશન 6, જૂનાગઢ 6, મોરબી 6 અને ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 3,51,904 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે રાજ્યભરમાં 406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.05 ટકા છે.