ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 323 નવા કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.99 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,61,224 પર પહોંચી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,53, 368 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3469 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3428 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4387 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 65,અમદાવાદ કોર્પોરેશનમાં 63, સુરત કોર્પોરેશનમાં 42, રાજકોટ કોર્પોરેશનમાં 36, વડોદરામાં 13, આણંદ-10,કચ્છ-8 , રાજકોટ 8, ભરૂચ 7, પંચમહાલ 7, ભાવનગર કોર્પોરેશન,મહેસાણા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી 2,45, 930 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આવતીકાલથી કોરોના રસીકરણના બીજા તબક્કાનો શુભઆરંભ થશે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 323 નવા કેસ નોંધાયા, 441 લોકોએ કોરોનાને આપી મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 08:32 PM (IST)
ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 323 નવા કેસ નોંધાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -