અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
વડોદરા શહેરમાં 7, અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 5, અમરેલી 6, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 162 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 370 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 365 દર્દીની હાલત સ્થિર છે.
કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત
વડોદરા શહેરમાં 6, અમદાવાદ શહેરમાં 19, સુરત શહેરમાં 5, સુરત ગ્રામ્યમાં 1,ગીર સોમનાથમાં 6, ભાવનગર કોર્પોરેશન 2, બનાસકાંઠા 3, કચ્છમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં રસીકરણ
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,08,576 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,06,55,572 લોકોનું રસીકરણ કરાયું છે. હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 334, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર બીજો ડોઝ 18833, 45થી વધુ ઉંમરના લોકોને પ્રથમ ડોઝ 89326, 45થી વધુ ઉંમરના લોકોને બીજો ડોઝ 123716, 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 267297