ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 346 કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.89 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2, 60,566 પર પહોંચી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 602 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,52,464 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3718 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3677 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ અને મહીસાગરમાં એક- એક વ્યક્તિના મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4384 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 76, વડોદરા કોર્પોરેશનમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 41, સુરત કોર્પોરેશનમાં 43 , વડોદરામાં 17, ભરુચ-8, રાજકોટ-8, આણંદ, સાબરકાંઠા, સુરતમાં 7-7, અમેરલીમાં 6, જામનગર-5, ખેડા-5, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી 1,55,802 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.