ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 667 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4332 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 8359 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,37,222 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 8301 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 129, સુરત કોર્પોરેશનમાં 101, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટ કોર્પોરેશનમાં 62, વડોદરા-28, સુરત-19, રાજકોટ-18, કચ્છ 17, ભરૂચ 16, ભાવનગરકોર્પોરેશન -15, જામનગર કોર્પોરેશન 15, દાહોદ-14, મહેસાણા 14, જુનાગઢ 12, આણંદમાં 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 899 દર્દી સાજા થયા હતા અને 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 ટકા છે.
Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 667 નવા કેસ નોંધાયા, 899 દર્દીઓ થયા સાજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 08:19 PM (IST)
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 667 નવા કેસ સામે આવ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -