ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1 અને રાજકોટમાં 1 મળી કુલ 13 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 176, વડોદરા કોર્પોરેશનમાં 135, રાજકોટ કોર્પોરેશનમાં 43, મહેસાણામાં 52, રાજકોટ-43, બનાસકાંઠા-41, પાટણ-40, વડોદરા-40, ગાંધીનગર-36, સુરત-36, જામનગર કોર્પોરેશન-32, ખેડા-28, અમરેલી-23, ગાંધીનગર કોર્પોરેશન-21, પંચમહાલ-21 અને સાબરકાંઠામાં 21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1550 દર્દી સાજા થયા હતા અને 60,661 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 84,32,094 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.85 ટકા છે.