ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. છેલ્લા ચાર દિવસથી 2200થી વધુ કેસ (Gujarat Corona Cases) નોંધાઈ રહ્યા છે.  રાજ્યમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા હતા. આમ રાજ્યમાં સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


કેટલા MLA આવ્યા અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં


વિધાનસભા સત્ર પૂર્ણ થાય એ પહેલા એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ (Saurabh Patel) અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ (Dushyant Patel) કોરોના (Corona virus) સંક્રમિત થયા હતા. મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 10થી વધારે ધારાસભ્યો (MLA) કોરોનાની ઝપેટમાં આવ્યા છે.


IIM-A બન્યું કોરોનાનું હોટ સ્પોટ


IIM અમદાવાદમાં દિવસને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હોળી અને ધૂળેટીના પર્વના બે દિવસમાં કેમ્પસમાં કરાયેલા વધુ 116  લોકોના ટેસ્ટ કરાતા આ પૈકી 16 લોકો કોરોના પોઝિટિવ આવતા સંક્રમિતોની સંખ્યા 70 પર પહોંચી છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત


રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.


Gujarat Night Curfew Extended: રાજ્યમાં કોરોના બેકાબૂ બનતાં રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત


આજનું રાશિફળઃ  આજે છે સંકષ્ટ ચતુર્થી, આ રાશિના જાતકોને થઈ શકે છે આકસ્મિક ધનલાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ