ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 283 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી 2ના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.20 ટકા પર પહોંચ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 528 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,55,059 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2956 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 લોકો વેન્ટિલેટર પર અને 2928 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4391 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 59, અમદાવાદ કોર્પોરેશનમાં 52, સુરત કોર્પોરેશનમાં 36, રાજકોટ કોર્પોરેશનમાં 33, વડોદરામાં 11, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, પંચમહાલ 6, આણંદ-5 , બનાસકાંઠા-5, ભાવનગર કોર્પોરેશન-5, જુનાગઢ-5, ગાંધીનગર, કચ્છ,મોરબી અને નર્મદામાં 4-4 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 4,19,519 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.