અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 93, વડોદરા કોર્પોરેશનમાં 95, સુરત કોર્પોરેશન 63, વડોદરા 38, સુરતમાં 37, રાજકોટમાં 29, રાજકોટ કોર્પોરેશનમાં 29, જુનાગઢમાં 26, જામનગર કોર્પોરેશનમાં 19, ગીર સોમનાથમાં 16, ખેડામાં 16, આણંદમાં 14, અરવલ્લીમાં 13, નવસારીમાં 13, મહેસાણામાં 11, બનાસકાંઠામાં 11, ભરૂચમાં 11, અમરેલીમાં 10, જાનગરમાં 9 કેસ નોંધાયા હતા.
આ જિલામાં ન નોંધાયા એક પણ કેસ
રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન કેટલાક જિલ્લામાં ઝીરો તો કેટલાક જિલ્લામાં સિંગલ આંકડામાં કેસ નોંધાયા છે. ડાંગ અને સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે તાપી, મોરબી, છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધાયા હતા.
ક્યાં કેટલા મોત થયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 1, વડોદરામાં 1, સુરતમાં 1, જુનાગઢમાં 1, અમરેલીમાં 1, જામનગરમાં 1, મહિસાગરમાં 1 મળી કુલ 10 લોકોને કોરોના ભરખી ગયો હતો.
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,66,222 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 3674 હેલ્થકેર વર્કર અને ફ્ર્ન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ, 3988 હેલ્થકેર વર્કર અને ફ્ર્ન્ટ લાઇન વર્કરને બીજો ડોઝ, 45થી વધુના ઉંમરના 47426 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમર23865 લોકોને બીજો ડોઝ. 18-44 વર્ષ સુધીની 165660 લોકને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 11609 લોકોને બીજો ડોઝ અપાયો હતો.