ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 228 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10028 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.98 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 3,24,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 874 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.98 ટકા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 40, સુરત કોર્પોરેશનમાં 30, રાજકોટ કોર્પોરેસનમાં 18, ગીર સોમનાથ 17, સુરત 14, વડોદરા કોર્પોરેશન 13, જૂનાગઢ 12, સાબરકાંઠા 8, વડોદરા 8, ભરુચ 6, વલસાડ 6, જામનગર કોર્પોરેશન 5, કચ્છ 5, નવસારી 5, પંચમહાલ 5, અમરેલી 4, પાટણ 4, પોરબંદર 4, બનાસકાંઠા 3, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, આણંદ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 81, સુરત કોર્પોરેશનમાં 86, રાજકોટ કોર્પોરેસનમાં 44 વડોદરા કોર્પોરેશનમાં 86 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. સાજા થવાનો દર 97.98 ટકા છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં આજે કુલ પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, ગાંધીનગરમાં 1 અને મહીસાગરમાં 1 મોત સાથે કુલ પાંચ લોકોના મોત થયા છે.
રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 3,24,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6579 કેસ એક્ટિવ છે. જે પૈકી 173 લોકો વેન્ટિલેટર પર છે. 6406 દર્દી સ્ટેબલ છે. 805542 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. 10028 લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.