હવામાન વિભાગે અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૨૩-૨૪ જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ ચુક્યો છે. સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે.
રાજ્યમાં આજે અને આવતીકાલે જામનગર અને દેવભુમિ દ્વારકામાં ભારે વરસાદની આગીહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના અપાઇ ચુકી છે. પવનની ગતિ 50થી 60 કિલોમીટર રહેવાની શક્યતા છે.
અમદાવાદ શહેરના બપોરે ફરીવાર વરસાદ પડ્યો છે. બોપલ, ઘૂમા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, વેજલપુર, શિવરંજની, જીવરાજપાર્ક, થલતેજ, સોલા, ગોતા, મણિનગર, સેટેલાઈટ, કાંકરિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતના વલસાડથી ચોમાસાનું આગમન થયાં બાદ રાજ્યમાં ભારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી ફરી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો. હજુ બે દિવસ વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે.
જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. પવનની ગતિ 50 થી 60 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે.
ગોંડલ તાલુકાના મોવિયા ગામે ભારે વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. મોવિયામાં ભૂગર્ભ ગટરના વિશાળ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયું છે. તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ પણ મારવામાં આવ્યા નથી. વરસાદી પાણી ભરાતા મોવિયાના ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા.