ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 14889 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 189420 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14803 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 208278 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 11 , સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 1 અને ખેડામાં 1 મળી કુલ 16 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 319, સુરત કોર્પોરેશનમાં 223, વડોદરા કોર્પોરેશનમાં 130, રાજકોટ કોર્પોરેશનમાં 96, ખેડા 57, સુરત 55, રાજકોટ 53, મહેસાણા 51, વડોદરા 41, સુરેન્દ્રનગર 40, બનાસકાંઠા 38, ગાંધીનગર 33, પંચમહાલ 33, પાટણ 30,આણંદ 28, અમદાવાદમાં 26 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1451 દર્દી સાજા થયા હતા અને 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 77,59,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે.