આણંદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર ફરી એકવાર સતર્ક થઈ છે અને લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને કોરોના ગાઇડલાઇનું પાલન કરવા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક પછી એક એવા કાર્યક્રમો સામે આવી રહ્યા છે, જેમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. 


આણંદના કલમસરમાં લોક કલાકાર  કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને  ધારાસભ્ય મયુર રાવલ પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનનું કોઈ પાલન નહીં.




કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં યોજાઇ મેરેથોન દોડ, હજારો લોકો ઉમટ્યા


ગીર સોમનાથઃ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોના ટોળા ઉમટ્યા હતા. કોવિડની ગાઈડ લાઇનના લીરે લીરા ઉડ્યા. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ લીલી ઝંડી આપી. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા. 


ભાજપના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડના નિયમોની ઐસીતૈસી કરી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં છે. 


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે.  બીજી તરફ 1263  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી. આજે  93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696,  વડોદરા   કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98,  કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1  કેસ નોંધાયા છે. 



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 27913  કેસ છે. જે પૈકી 26 વેન્ટીલેટર પર છે, જ્યારે 27887 નાગરિકો સ્ટેબલ છે. 824163 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 144 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 3599 લોકોને પ્રથમ અને 11427 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24671 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 35767 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 17857 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 93,467 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,31,18,817 લોકોને રસી અપાઈ છે.