Corona News Live Update: સુરતના પલસાણામાં એક વર્ષ ની બાળકીનું કોરોનામાં મૃત્યુ, માતા પિતા બાદ બાળક થયું હતું સંક્રમિત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636 દર્દીઓ રિકવર પણ થયા છે.

gujarati.abplive.comLast Updated: 24 Jan 2022 11:20 AM

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ...More

કોરોના કેર યથાવત, વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણાકરી

અમરેલી જિલ્લાના વધુ એક ધારાસભ્ય  કોરોના સંક્રમિત થયા છે. ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે.વી.કાકડીયા  કોરોના સંક્રમિત થયા છે. કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. જે.વી.કાકડીયાએ ટ્વીટ કરીને આ મુદે જાણકારી આપી છે.

અમદાાવાદમાં   કોરોનાના નવા 6191 કેસ નોંધાયા છે. ,  6 દર્દીઓ  સંક્રમિત થયા. ચાર દિવસમાં કોરોનાના 32  હજારથી વધુ કેસ, 26 લોકોના મોત,એસ.વી.પી.હોસ્પિટલમાં 171 દર્દી દર્દી સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨હજારથી વધુ કેસ ઘટયાં છે.