Gujarat Corona Live Update : ગુજરાતના 6 જિલ્લામાં કોરોનાના કુલ નવા 941 કેસ નોંધાયા, જામનગરમાં બેના મોત
જામનગર શહેરમાં આજે કોરોનાથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 385 નવા પોજીટીવ કેસો સામે આવ્યા છે. આજે તાપી જિલ્લામાં નોંધાયા 70 કોરોના પોઝીટીવ કેસ. બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 174 કેસ આવ્યા પોઝિટિવ.
પાટણ જીલ્લામાં આજે 180 નવા કેસ કોરોનાના સામે આવ્યા. 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ 182 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 968 કેસ થયા.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા કોરોન સંક્રમણને લઇને પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમિક્ષા કરાઇ. કોવીડ ટેસ્ટીંગ જિલ્લાની હોસ્પિટલમાં કોવિડ બેડની ઉપલબ્ધતા સહીતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી. ધનવંતરી રથ દ્વારા ટેસ્ટીંગ, પ્રાથમિક સારવાર તેમજ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વેલન્સની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો . જિલ્લામાં આજે નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા. બાલાસિનોર 11 , વીરપુર, ખાનપુર માં 04 , લુણાવાડા 02 સંતરામપુરમાં 01 તો જિલ્લામાં આજે 28 લોકો કોરોનાને મ્હાત આપી સ્વવસ્થ થયા
પંચમહાલ જિલ્લામાં નોંધાયા ચિંતાજનક કોરોના કેસ
ત્રીજી લહેરનો સર્વાધિક કેસનો આંકડો સામે આવ્યોઃ જિલ્લામાંથી આજે રેકોર્ડબ્રેક 110 કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા. બીજી લહેર બાદ સૌપ્રથમવાર સૌથી વધુ 110 કેસ આજે મળી આવ્યા. ગોધરા શહેર અને તાલુકામાં 50,હાલોલ 46,કાલોલ 07, શહેરા 03, ઘોઘંબા 02 અને મોરવા હડફ તાલુકામાં આજે 02 કેસ નોંધાયા. જિલ્લામાં આજે 29 દર્દીઓ આજે કોરોનાથી સ્વસ્થ થયા. જિલ્લામાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 276 પર પહોંચી.
રાજકોટ જેલમાં પણ કોરોનાનો કહેર. મહિલા કેદી સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી.પુરુષ કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ કરવામાં આવ્યો. જેલ સ્ટાફના એક કોન્સ્ટેબલ પણ થયો કોરોના સંક્રમિત.
અરવલ્લીઃ મોડાસા શહેરની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર કોરોના સંક્રમિત થયા. બેન્ક મેનેજર સહિત ત્રણ કર્મચારી કોરોના સંક્રમિત. બેન્ક મેનેજર સહિત ત્રણ કર્મચારી હોમ આઇસોલેટ થયા.
વડોદરાઃ ફાયર એકેડમીમાં કોરોના વિસ્ફોટ. નુપુર ફાયર એકેડમીમાં 25 તાલીમાર્થીઓને કોરોના. માણેજની સિમેન્સ કંપનીમાં 70 થી વધુ કર્મચારીઓને કોરોના
પાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત...
સાંસદ ભરતસિંહ ડાભી થયા કોરોના સંક્રમિત...
ભરતસિંહ ડાભીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા થયા હોમ ક્વોરેન્ટાઇન...
બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 174 કેસ આવ્યા પોઝિટિવ. એક્ટિવ કેસો ની સંખ્યા પહોંચી 804 એ પહોંચ્યા. જિલ્લામાં આજે 4026 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે.
તાપી જિલ્લામાં સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ. આજે જિલ્લામાં નોંધાયા 70 કોરોના પોઝીટીવ કેસ. જિલ્લામાં એક્ટીવ કેસ ની સંખ્યા 195 પર પહોંચી. આજે 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
જામનગર શહેરમાં આજે કોરોનાથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 385 નવા પોજીટીવ કેસો સામે આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે રાજ્યમાં અત્યાર સુધીના એક જ દિવસના રેકોર્ડ બ્રેક 20 હજાર એક્ટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 90,726 થઈ ગયા છે. જો આવી જ રીતે આજે કેસો નોંધાશે, તો આ આંકડો ગમે ત્યારે 1 લાખને પાર થઈ શકે છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસમાંથી ખાલી અમદાવાદ જિલ્લામાં જ 31870 કેસો છે. આ પછી સુરતમાં 24332, વડોદરામાં 9660, રાજકોટમાં 5345, ગાંધીનગરમાં 2659, ભાવનગરમાં 2455, વલસાડમાં 1969, જામનગરમાં 1656, નવસારીમાં 1197, મહેસાણામાં 1086, મોરબીમાં 1047 અને ભરુચમાં 1007 એક્ટિવ કેસો છે.
જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 17, બોટાદમાં 20, ડાંગમાં 23, અરવલ્લીમાં 32 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લાઓમાં હજારથી ઓછા અને 100થી વધુ એક્ટિવ કેસો છે.
જામનગર શહેરમાં આજે કોરોનાથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 385 નવા પોજીટીવ કેસો સામે આવ્યા છે.
તાપી જિલ્લામાં સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ. આજે જિલ્લામાં નોંધાયા 70 કોરોના પોઝીટીવ કેસ. જિલ્લામાં એક્ટીવ કેસ ની સંખ્યા 195 પર પહોંચી. આજે 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 174 કેસ આવ્યા પોઝિટિવ. એક્ટિવ કેસો ની સંખ્યા પહોંચી 804એ પહોંચ્યા. જિલ્લામાં આજે 4026 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -