ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનું વધતુ સંક્રમણ જોવા મળી રહ્યું છે અને સતત કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. જો કે, ગઈકાલે નોંધાયેલા કેસ કરતાં આજે કુલ કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં 154 કેસ નોંધાયા હતા ત્યારે આજે રાજ્યમાં આજે કોરોનાના નવા 140  કેસ નોંધાયા છે. બીજી તરફ 66 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,539 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલા કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ 6,679 રસીના ડોઝ અપાયા હતા.


કયા જિલ્લામાં કેટલા કેસ?
અમદાવાદ શહેરમાં 79 કેસ, વડોદરા શહેરમાં 21 કેસ,  સુરત શહેરમાં 11 કેસ, વડોદરામાં 11 ગાંધીનગર શહેરમાં 1, ગાંધીનગરમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 3, મહેસાણા 4, કચ્છ અને સાબરકાંઠામાં 3-3, અમદાવાદ, ભાવનગર શહેર, ગીર સોમનાથ અને સુરતમાં 2 - 2 કેસ, પાટણ અને ખેડામાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. 


કોઇ પણ દર્દી વેન્ટિલેટર પર નથીઃ
હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 778 એક્ટિવ કેસ છે. જેમાં કોઇ પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,539 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. 


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી


ગાંધીનગર: અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે.  હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદ,ખેડા,અને આણંદમાં વરસાદની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે.  14 અને 15 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,તાપી, વલસાડ,ડાંગ સહિતના અન્ય વિસ્તારમાં  વરસાદ વરસી શકે છે. દમણ અને દીવમાં વરસાદની સંભાવના છે.