ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1120 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2787 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,500  એક્ટિવ કેસ છે, જ્યારે 61,496 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,418 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 78,783 પર પહોંચી છે. રાજ્યમાં સુરતની સ્થિતિ ચિંતાજનક છે. સુરત કોર્પોરેશનમા 159 અને સુરતમાં 69 મળી કુલ 228 કેસ નોંધાયા છે. જ્યારે બંને જગ્યાએ મળી કુલ 8 લોકોના મોત થયા છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગરમાં 2, મોરબીમાં 2, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, પાટણમા 1, વડોદરા કોર્પોરેશનમાં 1  કુલ 20  લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 159, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 99,  સુરતમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 65,  જામનગર કોર્પોરેશનમાં 52, પંચમહાલમાં 45, રાજકોટમાં 34, કચ્છમાં 31, ભરૂચમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, દાહોદમાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 959 દર્દી સાજા થયા હતા અને 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 13,12,824  ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,00,731 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,932 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 829 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.