Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં  ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 420 કેસ નોંધાયા છે. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 


રાજ્યમાં આજે નોંધાયેલા420 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 156,  સુરત શહેરમાં 79, વડોદરા શહેરમાં 59, મહેસાણા 17,  ગાંધીનગર શહેર 14, સુરત 13  કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 


256 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2463 થયા 



રાજ્યમાં આજે  કોરોનાથી મુક્ત થઇને 256 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,719 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2463 થયા છે, જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2461 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 


મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1700 નવા કેસ 


દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જીવલેણ કોરોનાવાયરસ ફરીથી વધી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1700 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે સંક્રમણના કારણે પાંચ લોકોના મોત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે ગઈકાલ કરતાં આજે 860 વધુ કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે કોરોનાના 840 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. 


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 લાખ 7 હજાર 371 કેસ નોંધાયા છે. જેમાંથી 19 હજાર 599 લોકોના મોત થયા છે. બીએસએમએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં પાંચના મોત થયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2082 લોકોએ  કોરોનાને મ્હાત આપી છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 10 લાખ 75 હજાર 45 થઈ ગઈ છે.


શહેરમાં હવે કોરોનાના 12 હજાર 727 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 85 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે. શનિવારે મુંબઈમાં કોરોનાના 13 હજાર 435 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે, જ્યારે 19 અને 25 જૂન વચ્ચે કેસોનો એકંદર વૃદ્ધિ દર 0.150 ટકા છે.